આપણા મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનભાઈ આર.શાહ ની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ માં ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી થયેલ છે તે તેઓને ખુબ ખુબ અભિનંદન... આ મોડાસા કેળવણી મંડળની ગૌરવ છે.
તારીખ 17/12/2022 ને શનિવારના રોજ પહાડપુર મુકામે શ્રી કેન શાહ હાઇસ્કુલ મોડાસા ના એનએસએસ યુનિટ એક અને યુનિટ બે ના ઉદ્ઘાટન કેમ્પનું આયોજન થયું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અરવલ્લી માંથી કેળવણી નિરીક્ષક શ્રી જયેશભાઈ પટેલ અને મદનીશ કેળવણી નિરીક્ષક કેતનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી પંકજભાઈ બી બુટાલા અને મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પહાડપુર ગામના સૌ વરિષ્ઠ આગેવાનો અને ગ્રામજનો, પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષક મિત્રો, તથા મોડાસા હાઈસ્કૂલના શિક્ષક મિત્રો એ હાજર રહી કાર્યક્રમની દિપાવ્યો હતો. શાળાના આચાર્યશ્રી એમ આઈ જોષી સાહેબે સ્વાગત પ્રવચન કરી કેમ્પ શા માટે છે તે સમજાવ્યું હતું. મહેમાનોએ પ્રસંગિક પ્રવચન કર્યા હતા, પ્રોગ્રામ ઓફિસર તરીકે શ્રી સમીરભાઈ બારોટ અને સ્મિતાબેન પટેલ હાજર રહ્યા હતા
કલરવ શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પોતાના ઘરના સભ્યોને ફરજીયાત મત આપવા માટે જાગૃત કરવામાં આવ્યા.
તા.૨૨-૦૩-૨૦૨૨ ને મંગળવારના રોજ શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ મુકામે ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય અને સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો. આ પ્રસંગે સમીરભાઈ પટેલે આચાર્યશ્રી, સરકારી માધ્યમિક શાળા આગવા અંદાજમાં વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી વાતો કરી માર્ગદર્શન આપ્યું. કે.આર.ખાંટ, શાળાના પૂર્વ સુપરવાઈઝર અને ડૉ.પ્રીતિ ચંપાવત, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સ્ત્રીરોગ નિષ્ણાંતે પણ પોતાના અનુભવો વર્ણવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે બાળકોને આશીર્વચન આપવા મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીન ર.શાહ, મોડાસા કેળવણી મંડળના સૌ પદાધીકારીશ્રીઓ, અને જતીનભાઈ સોની શાળાના પૂર્વ વિદ્યાર્થી, શાળાના આચાર્યશ્રી મનીષકુમાર આઈ. જોષી અને સમગ્ર સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આગામી બોર્ડ પરીક્ષા માટે આશીર્વચન અને શુભેચ્છા પાઠવી હતી. શુભેચ્છા સમારોહ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમના અંતે આઈસ્ક્રીમ ખાઈને મો મીઠું કર્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓની શાળા સાથેની યાદોને ચિરસ્મરણીય કરતો ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો.